વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાલમ વરસ્યો અનરાધાર

વાલમ! 

વરસી તારા પ્રેમની ઝડી,
તેમાં થઈ ગઈ હું તરબોળ.
ચમકી તારા પ્રેમની વીજ,
મારું હૈડું થયું ઝાકમઝોળ.

મ્હોરી લીલુડી લાગણીઓ,
ફોર્યો પ્રેમનો અદ્ભુત ફાલ.
ખિલી ઉઠી હું થઈ મેઘધનુષ,
વાલમે વરસાવ્યું જ્યાં વહાલ.

રોમ રોમ ગહેક્યા મોરલિયા,
બપૈયે છેડ્યો મેઘ મલ્હાર.
તરસ્યું જનમોજનમની મટી,
જ્યારે વરસ્યો તું અનરાધાર.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ