વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાગડો

       વર્ષોથી સિંગલ માંથી મિંગલ થવાના સ્વપ્ન સેવતા ચુનીલાલ દરરોજ મહિલા કોલેજના ગેટ પાસેનાં બસસ્ટોપ પાસે કલાકો સુધી ઉભા રહેતા. જાણે કે તેમની સ્વપ્ન સુંદરી આજ કોલેજના ગેટમાંથી નીકળશે અને તેમને વરમાળા પહેરાવી દેશે તેવી આશાએ ત્યાં ઊભા રહેતા.


         કલાકો સુધી ત્યાં ઊભા રહેવા છતાં પોતાની આશા હંમેશા નિર્થક નિવળતી અને બધી સુકન્યાઓ પોતાની બસ આવતાં પોતાની મંઝીલ તરફ નીકળી પડતી.ચુનીલાલ પણ વિલા મોઢે પરત ફરતા અને ફરીથી બીજા દિવસે નવા જ જોશ અને ઉમંગ સાથે ફરી પોતાની જગ્યા મેળવી લેતા.


        કોઈપણ ઋતુ હોય કે કોઈપણ અગત્યનું કામ ચુનીલાલ પોતાના નિયત સમયે આવી અને બસસ્ટોપ પાસે ઊભી જતા. ચપ્પલની સાથે-સાથે માથાના વાળ પણ ઘસાઈ અને સફેદ થઈ ગયા હતા પરંતુ તેમની આશાઓ પર તો હંમેશા પાણી જ ફરતું.


        આજ પણ ચુનીલાલ પોતાના નિયત સમયે આવી ગયા થોડું વરસાદી વાતાવરણ હતું એટલે છત્રી સાથે ઉભેલા અચાનક વરસાદ શરૂ થયો ચુનીલાલની વર્ષો જૂની તપસ્યા જાણે આજ પૂરી થવાની હોય એમ કોઈ કુંવારી કન્યા તો નહીં પરંતુ છૂટાછેડા લીધેલા કોલેજના એક અધ્યાપિકા ચુનીલાલને પોતાની છત્રીમાં થોડે સુધી સાથ આપવા પૂછ્યું.


           ચુનીલાલને પણ પોતાની વર્ષોજૂની તપસ્યા ફળવાની હોય એમ લાગતાં તેમણે પણ દિલ અને છત્રી બંને ખોલ્યાં.


           હજુ તો હમસફરનો સફર શરૂ થયો ન થયો ત્યાં પવનની એક જોરદાર લહેરખી આવી અને છત્રીનો કાગડો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ