વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જતન

ના ના ... હવે નહીં ખેચી શકું?


બેટા થોડી ધીરજ રાખ. જેટલો સમય ગયો તેટલો હવે કાઢવાનો નથી. જો હું પણ આ ઉમરે ક્યા છેકથી પાણી લાવું છુ.


એ જ તો નથી જોઈ શકતો. જયારે મારે તમને મદદ કરવાની હોય ત્યારે મારે તમારી પાસે .....


એવું ના વિચાર બસ થોડી હિમ્મત રાખ બસ થોડો સમય.


શું કરું એક બાજુ આ બધા માળાઓ અને પંખીઑનો વિચાર આવે છે. જો મને કઈ થાય તો માળાનું શું? અત્યારે સુધી બધાને સાચવ્યા ત્યાં ઊધઈએ મને ખોખલું બનાવ્યું. મને હતું વરસાદ મને ઉધઈથી બચાવશે પણ ...... આ તો તમે તમારા ઊંડા મૂળથી પાણી લાવી મને જીવાડિયો બાકી તો .....


મોરને ટેહુ ટેહુ અવાજ સાથે વરસાદમાં નૃત્ય કરતો જોઈ ખોખલા થયેલા વૃક્ષ પરના માળાઓના પંખીઑએ માળાનું રેનોવેશન કર્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ