વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિકસેન

અષાઢી બીજની ઢળતી સંઘ્યાએ ગુલાબી રંગથી રંગાયેલા આભનાં સાંનિધ્યમાં તમે તમારી નિકસેન ક્ષણો માણી રહ્યાં હતાં. હા, પ્રીત! તમારી રોજિંદી ઘટમાળ ભરી વ્યસ્ત જિન્દગીની મૂલ્યવાન ક્ષણો કે જે તમે લગ્નની પ્રથમ રાતે જ સાર્થક પાસે ભેટમાં માંગી લીધી હતી. એવી ક્ષણો કે જેમાં સહજીવનની વીસ વર્ષોની સફરમાં સાર્થકે તો શું! તમે પણ કયારેય હસ્તક્ષેપ નથી કર્યો. કયારે તમારું મન સ્થૂળ શરીરનો સાથ છોડી ભૂતકાળની સફરે ચાલ્યું જતું અને વર્તમાનમાં અભાનપણે મુકામ કરતું એનો ખ્યાલ તમને શાયદ કયારેય ન આવ્યો હોત જો સાર્થકે એ ઝરમરતી આષાઢી ગુલાબી સાંજે તમારી એ નિક્સેન અવસ્થાને ભંગ ન કરી હોત. વરસાદી વાંછટનો સહિયારો સ્પર્શ પામવા સાર્થક તમારી પાસે આવીને ભીંજાવાની માંગણી કરે છે અને અનાયાસે જ તમારાં મુખમાંથી, "અવિ, વર્ષોથી પ્યાસુ મન આજે તૃપ્ત થશે." કહી તમે સાર્થકને બાહુપાશમાં સમાવી લો છો અને અવાચક બનેલ સાર્થક મેહુલાને આંખોમાં સમાવી લે છે.


છાયા ચૌહાણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ