વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચલે..આઓ..



   "સાવનકે ઝૂલે પડે.. તુમ ચલે આઓ..તુમ ચલે આઓ.."


     ઝરમરતાં વરસાદમાં સુમધુર ગીત કાને પડ્યું અને સ્વપનનો રાજકુમાર યાદ આવી ગયો.  


    તરૂણાવસ્થાનો મુગ્ધ પ્રેમ હતો કે પછી ઘેલછા? પ્રેમ એક તરફી હતો કે પછી ?


   પણ આ ગીત જ્યારે પણ વાગતું ત્યારે "એ" મારી આંખો સામે પ્રત્યક્ષ આવી જતો.


      આજે ઘણા વર્ષે એ ગીત સાંભળ્યું. મેં આંખ બંધ કરી .મારું બોખલું મોઢું હસી ઉઠ્યું. વાળમાં છવાઇ ગયેલી ચાંદની પણ થોડી શરમાઈ ઉઠી.


  "એ..એ.."આંખો સામે આવી ગયો. પછી અદશ્ય! 


શું મૃત્યુ પામ્યો હશે?


શું પ્રેમ"એ"પણ કરતો હશે?


   ખરેખર! ક્યારેક કોઈ સવાલના જવાબ મેળવ્યા વગર જ જિંદગી પસાર થઇ જતી હોય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ