વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મરજીવા

ચાલ હવે સાવ કોરું કોરું પલળી લઈએ

ને પછી દુઃખોને એમ જ સરકાવી દઈએ


આંસુની વીજળી ને,વ્હાલના કરી વાદળ

એક સામટુ આજ હૃદય,નવરાવી દઈએ


થોડું સ્મિત તું દે,ને હું દઉ અઢળક રુદન

એમ કરીને ચાલ સમય મલકાવી દઈએ


હોય ભલેને છત્રી નવીનકોર,અકબંધ રાખજે

બસ ખુશી પેઠે છુપાયેલો,સૂરજ ગોતી લઈએ


આખું વરસ રડ્યા છીએ આપણ,હવે હસીએ

આજ કુદરત રડે છે તો એને જ,ભોઠો કરીએ


મન મૂકીને રડે કે રડે ચોધાર,દયા નથી ખાવી

આશુના મોલ આજ એનેય સમજાવી દઈએ


મોર ગહેકે,દેડકા કૂદે,ને જુએ ચાતક પિયુ રાહ

પણ જોને ગમને ખુશ કરી,એને મૂંઝવી દઈએ


તું વિતાવે છે,કે વિતાવે અમારા કર્મો,શી ખબર

બસ હવે તો દુઃખોનેય બાથ ભરી જીવી લઈએ


છોડી રોદણાં કેરો છેડો,દુઃખોનું બાંધીએ પોટલું

ગાગરને સાગર ગણી,મરજીવા થૈ જીવી જઈએ


આશુમન સાંઈ યોગી રાવળદેવ




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ