વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બીજું શું જોઈએ?

બીજું શું જોઈએ?


હાથોમાં તારો હાથ હોય,

ને તારો મારો સાથ હોય,

તો બીજું શું જોઈએ?


એક ઠાલોઠમ રસ્તો હોય,

ને સાથે ચાલતાં આપને બંને

તો બીજું શું જોઇએ?


એક કોફીનો કપ હોય,

ને એમાં તારો મારો ભાગ હોય,

તો બીજું શું જોઇએ?


રીમઝીમ વરસતો વરસાદ હોય,

ને સાથે એક છત્રીમાં આપણે બે,

તો બીજું શું જોઈએ?


થોડી તું પલળે થોડો હું,

પ્રેમથી આપણે બંને લથબથ હોય,.

તો બીજું શું જોઈએ?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ