વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાહિત્યની પણ જાત હોય?

  એક સમયે એવું લાગતું કે શિક્ષણ વધતા જાતિવાદી માનસિકતાનો જે રોગ ફેલાયેલો છે, એ આપો આપ ખતમ થઈ જશે. પણ શિક્ષણ અને સમજણને બન્ને અલગ વસ્તુ છે. ભણતર વધ્યું પણ શિક્ષિત ના થયા એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. મારા શબ્દોમાં કહું તો ભણેલા ગણેલા અભણ ! માટે જ સમસ્યા ઊભી થાય છે. મૂળ મુદ્દા પર પાછા ફરીએ, શું સાહિત્યની પણ જાત હોય? આપણ દેશમાં જ્યાં ઢગલા બંધ જ્ઞાતિઓના વાડા ઊભા કરી દેવામાં આવ્યા છે, તે દેશમાં કદાચ હા સાહિત્યની પણ જાત હોય.       

               કોઈ પણ સાહિત્યકાર હોય એને જો એવોર્ડ લેવો હોય તો જે તે પરિષદના એજન્ડા મુજબ લખવું પડે. એમણે આપેલ નિયમથી લખેલું હોય તો જ સાહિત્ય ગણાય. અને ખાલી આટલું જ નહિ અમુક અમુક અન્ય સાહિત્યકાર એમાં પણ કાસ્ટ જોઈએ હો! અમુક અમુક સવર્ણ સાહિત્યકાર જો વખાણ કરે તો જ એને સાહિત્ય ગણવું. કોઈ વ્યક્તિ હાલના સમયમાં જો ક્રાંતિકારી લખાણ લખતો હોય તો એમાં કળા નથી કહીને એને ક્યારેય સાહિત્યનો દરજ્જો નહિ આપે. જો વળી કોઈ અવાજ ઉપાડવા માટે લખશે તો , એને સાહિત્યનો દરજ્જો તો આપશે પણ એક અલગ ખાનું આપી દેશે " દલિત સાહિત્ય" સાહિત્ય પરિષદોમાં આ થાય જ છે. અને જો કોઈ સવર્ણ સાહિત્યકાર અવાજ ઉપાડશે અને લખશે તો એવા લોકોને સાહિત્યની નાત બાર મૂકી દેશે પણ દલિત સાહિત્યકાર એવું નહિ કહે.

                આખો ગેમ પ્લાન છે દલિત સાહિત્ય સંબોધવા પાછળ. એ આજના સમયમાં સમજવો જરૂરી છે. કારણ કે શિક્ષિત થયા પછી પણ જો બુદ્ધિ ના ચલાવવી હોય તો પછી અભણ જ સારા હતા. જાતિવાદી માનસિકતા થી એમ જ લોકો પીડાઈ રહ્યા જ છે( બધા માથે ના ઓઢતા, પણ જો કે આવા રોગીઓ નો આંકડો ઘણો મોટો છે)        અને એવામાં જ્યારે દલિત સાહિત્યકાર અથવા દલિત સાહિત્ય નામ આપીને અગાઉથી જ અમુક વાચકના મનમાં અણગમો પેદા કરી દેવામાં આવે છે. ટુંકમાં કહું તો એક કાંકરે બે પક્ષી મારવા માટે દલિત સાહિત્ય એવું નામ આપી દેવામાં આવે છે.  એક ઉદાહરણ આપું કદાચ સમજાશે.
બળાત્કાર થયેલી દીકરીઓ નાં સાચા નામ જાહેર ના કરી શકાય એવો કાયદો છે. જો તમે ન્યુઝ જોતાં હોવ તો નોટિસ કર્યું હસે કે જ્યારે સવર્ણ સમાજની દીકરી નાં ન્યુઝ હસે તો "દેશ કી બેટી" કા હુઆ બલાત્કાર. આ રીતે તમને અવગત કરાવશે. પણ જ્યારે દલિત દીકરીનો બળાત્કાર થાય ત્યારે સ્પષ્ટ શબ્દોમાં દલિત દીકરી નો બળાત્કાર એમ જ લખે, ઘણા કિસ્સાઓમાં તો નામ પણ જાહેર કરી નાખે. આનું કારણ છે કે જો અગાઉથી જ કાસ્ટ જાહેર કરી દેવામાં આવે તો વિરોધ કરનારની સંખ્યા ઘટી જાય. જેમ કે છોકરી ની કાસ્ટ ખબર જ ના હોય તો દેશ આખો ઇન્સાફ માટે રોડ પર આવી જાય.જેમ કે નિર્ભયા વખતે. અને જો કાસ્ટ ખબર પડે તો અમુક નીચી સોચ વાળા સપોર્ટ ના કરે.

આવું જ છે બધું.
મારા લેખનમાં પણ કળા નથી.ધીરે ધીરે કદાચ આવસે.
પણ તમને પુરે પૂરો અધિકાર છે વિરોધ કરવાનો અને વિરોધ થાય મારા લખાણ નો તો એ મારા માટે નવી બાબત નથી. સાચું તો કડવું જ હોય અને.....

બસ આટલું..

સોલંકી જીજ્ઞેશ"સાવજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ