વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફૂટબોલ

           

     નાનકડો માધવ દરરોજની જેમ આજેપણ ઘરની ડેલી પાસે ઊભો રહીને દૂર મેદાનમાં ફૂટબોલ રમી રહેલાં છોકરાઓને એકીટચે જોતો હતો. એવામાં ઉપરથી એને મમ્મીની બૂમ સંભળાઈ ને માધવ તેનું સામાન્ય જ્ઞાનનું અધૂરું હોમવકૅ પૂરું કરવા માટે ઝપાટાબંધ એના રૂમમાં જતો રહ્યો. પુસ્તક ખોલીને જોયું તો પ્રથમ પ્રશ્ન આવો હતો : ફૂટબોલની રમતમાં એક ટીમમાં કેટલાં ખેલાડીઓ હોય છે?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ