વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું આવીશ ને?

એ જે વરસાદના ટીપાં ને હથેળીમાં જીલતા
 
ચાની ટપરીએ પીતા જે ચા એ ફીકી લાગે છે

તારા વગર, ચા ને ફરી મીઠી બનાવવા આવીશને!!?

સાંભળ, તું મળવા આવીશને !!?


એ જે અગાસીમાં ભીંજાતા સાથે ગીત ગાતા 

એ ગીતના સુર ખોવાઈ ગયા છે

એ ગીત ફરી ગણ ગણવા આવીશને!!?

સાંભળ, તું મળવા આવીશને!!?


એ જે મેઘધનુષી સમણા ઉગાડ્યા હતા આંખોમાં

એ આંસુઓના ઘોડાપુરમાં વહી ગયા છે

એ સપના અંકુરિત કરવા આવીશને!!?

સાંભળ, તું ફરી મળવા આવીશને!!?


એ જે બાલકનીમાં બેસી વરસાદમાં હોઠ પર મુસ્કાન લાવતા 

એ મલકાટ હું ખોઈ બેઠી છું

એ સ્મિત પાછું લાવવા આવીશને!!?

સાંભળ, તું મળવા આવીશને!!?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ