વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉભું રણે ઝાંખરું

ઉભું રણે ઝાંખરું, સૂકું,
તપતું, તૃષિત, એકલવાયું
ઝંખતું સ્વપ્ને છાંયડી કો
અને જલ બિંદુ મજાના ....

આવી ત્યાંતો વાદળી,
કરી શીતળ છાંયડી ને
ટપક ટપકતી વરસી પડી

આનંદ વિભોરે નવ આંખ ખોલી
રખે ખોવાઈ જાય સ્વપ્ન આ!!
ભીંજાઈ, નીતરી ને
ક્ષુધા શાંત પડતાં
નવપલ્લવિત
પર્ણ ફૂલે,
ચડે દિગન્તે જાણે,
આપવા અર્ધ્ય પ્રેમી વાદળી ને.

પણ અરે!
ક્યાં સારી ગઈ વાદળી તે?
ત્યાં તો સૂર્ય તપતો,
ગુસ્સે ઝળહળી આગ ઝરતો

હતું શું તે?
સ્વપ્ન ઝાંખરાંનું?કે પછી,
ખરેજ ઊડતી વાદળી કો?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ