વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુરુકૃપા

ગુરૂ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા...

ગુરુ એ ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિ, પરિવાર કે સમાજ તેમજ માનવને, મહામાનવ કે દેવમાનવ, સંત કે સજ્જન સ્વરૂપનું નવનિર્માણ કરવાની ક્ષમતા ધરાવતું પાત્ર.

આવું પાત્ર વ્યક્તિના જીવન માં કોઈ પણ રૂપમાં હોઈ શકે અને વ્યક્તિના જીવનને અર્થપૂર્ણ બનાવવામાં મદદ કરે.

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને જન્મ આપીને મોટો કરે પછી પત્ની રૂપી ગુરુના હાથમાં સોંપીદે છે.પહેલા તો એ પુત્ર માત્ર માતા-પિતાનો એક લાડકા બાળક તરીકે ઉછરતો હોય છે ત્યાર બાદ પત્ની રૂપી ગુરુ મળતા એના જીવન માં એક શિષ્ય જેવો શિષ્ટાચાર પ્રત્યારોપણ થાય છે, આમ સાંસારિક વિદ્યાનું જ્ઞાન મેળવવા પતિ શિષ્ય અને પત્ની શિક્ષાગુરૂ ના સ્થાને બિરાજે છે.

જેમ માટી લોઢું, પથ્થર અને સુવર્ણ જેવા પદાર્થો જ્યારે કુંભાર, લુહાર, શિલ્પકાર અને સુનાર ના હાથે થી ઘડાયા પછીજ તેની કિંમત અનેક ઘણી વધી જાય છે એ રીતે એક સાધારણ પતિ પણ પોતાની પત્નીગુરુના હાથે ઘડાઈને સાધારણ પુરૂષ માંથી એક મહાપુરુષ બને છે પહેલા માત્ર સારા પુત્ર તરીકે જીવતો પુરૂષ પત્નીના આવ્યા પછી એક સારો પતિ, સારો પિતા, જમાઈ, જીજાજી, સાઢુભાઈ આવા કેટલાક સંબંધો સારી રીતે સાચવતા શીખેછે. ત્યારબાદ શિષ્ય પતિ પોતાની પસંદ અને શોખ બદલીને પોતાની ગુરુના શોખને  અપનાવતા શીખે છે. પોતાના ખર્ચ પર કાપ મૂકીને ગુરૂ પર ખર્ચ કરતા શીખેછે. આજના યુગમાં તો પત્નીગુરુની વંદના દ્વારા જ શિષ્ય તેના દિવસના કાર્યનો પ્રારંભ કરતો હોય છે. જેમકે પોતાના વસ્ત્રો થી લઇને ભોજન સુધી અથવા ઘરમાં આવવા જવાનો સમય પણ ગુરૂ ના દિશા સૂચન મુજબ વર્તાય છે. જે રીતે ગુરુના શરણે જવાથી મનુષ્યની દિશા બદલાઈ જાય છે એ રીતે પત્નીગુરૂના શરણે જવાથી મનુષ્યની દિશા અને દશા બને બદલાઈ જાય છે. આમ પણ મોટા વિદ્વાનો કહી ગયા છે કે દરેક સફળ પુરૂષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો એ ત્યારે જ શક્ય બને જ્યારે શિષ્યપતિ પત્નીગુરુ પ્રત્યે સમર્પિત હોય તોજ તે ગુરૂકૃપા પ્રાપ્ત કરી શકે.


           વર્ષા ભાનુશાલી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ