વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભોલેનાથ શંકરા

'કેદારનાથ', ભયાનક રાત્રિએ તાંડવ નૃત્ય કરીને ત્રિભુવનને ધ્રુજાવી રહ્યા હતા. આકાશમાં થતાં વીજળીના કડાકા જાણે આસુરી તત્ત્વોને સંહાર પહેલાં ચેતવી રહ્યા હતા. કુદરતનું આ વિકરાળ રૂપ યાત્રિકોને ધ્રુજાવી રહ્યું હતું. પોતાની નજરોની સામે જ વહી રહેલા મૃતદેહ અને કડડભૂસ થતી ઈમારતો, પોતાના સ્વજનોથી અનાયાસે વિખૂટી પડેલી એ ધાર્મિક, શ્રીમંત સ્ત્રીના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરી રહયા હતા.  કદાચ જીવનની સઘળી રઝળપાટને શૂન્ય ગણાવી પરમ સત્યના દર્શન કરાવી રહી હતી.


ત્યાં જ અચાનક અંધારામાં કંઇક પગરવ સંભળાય છે. કોક ઈશ્વરીય દૂત પ્રકાશ પાથરી 'જીવ જ શિવ છે' એવો અહેસાસ કરાવીને 'ભોલેનાથ શંકરા' ની ભભૂતિ પ્રસરાવી જાય છે.









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ