વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચું ને?

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

રમલ 26


સાચું ને?


મેઘની આ વાત સૌને ખાસ લાગે, સાચું ને?

સાવ કોરી આંખમાં ભીનાશ લાગે , સાચું ને?


થાય છાંટા ત્યાં જ ઊગી નીકળે આ કૂંપળો,

મા ધરાનો લીલુડો લીબાસ લાગે, સાચું ને?


ને બધા આ ઝાડ ડોલે છે અનેરી મોજમાં,

વાયુની પણ આગવી મીઠાસ લાગે, સાચું ને?


આ સભા ભરચક છતાં જો,એકલો વર્તાય છે,

શખ્સ નક્કી કોઈ દિલનો દાસ લાગે,સાચું ને?


એક વ્યક્તી ગ્યું છે દિલથી,ખાલી એકજ તે છતાં,

જીવને તો બસ બધે અવકાશ લાગે,સાચું ને?



- સોલંકી જીજ્ઞેશ"સાવજ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ