વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિજાતીય મિત્રતા

વિજાતીય મિત્રતા


***


હતી એ દૂર મારાથી,

પણ જાણે હરપલ સાથે હતી,


એટલી સુંદર દોસ્તી અમારી,

કે એ મારા દિલની પાસ હતી,


અનોખો હતો એહસાસ અમારો,

જયારે સ્કુલની મુલાકાત હતી,


પરણી અલગ અલગ પાત્રો સાથે,

છતાં અમારી દોસ્તી ખાસ હતી,


આવે મુશ્કેલી ક્યારેય જીવનમાં,

એના સહારાની મને આશ હતી,


દિલ મારુ યાદ કરતું હંમેશા એને,

એટલી મારી મિત્રતા ગાઢ હતી..


***

ઈરફાન જુણેજા (ઇલ્હામ)

અમદાવાદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ