વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોઈ બસ ચાહવા આવે

જો આંખોથી વહે, તો કોઈ એને લુંછવા આવે
પરંતુ શું થીજેલા આંસુઓને તોડવા આવે?

ઘણા આવીને કહે છે કે મને ચાહો, મને ચાહો
છે મારી ચાહ એવી કે કોઈ બસ ચાહવા આવે

બીજી કોઈ દવાની પણ જરૂરત ક્યાં રહે સાજન
તમારા હોઠથી જો 'કેમ છો?' નામે દવા આવે

નથી ચોક્કસ સમયગાળો છતાં આવે તો રોકાશે
કયું છે દુ:ખ એવુ? જે તરત પાછું જવા આવે

હજારો ફૂલનાં ગુલદસ્તા પણ ભોંઠા પડે સાહેબ
જરા બારી ઉઘાડું, ને વતનની જો હવા આવે

સંદીપ પૂજારા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ