વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક આંટો આકાશે

????એક આંટો આકાશે????

આજે  મનને જરીક એવું થયું..

       ચાલો ઘડીક આકાશે આંટો મારી આવીએ..

ચાંદાને ભેટીયે ને સૂરજને નમન કરી આવીએ...

એક એક તારાને તાળીઓ દઈએ ને પછી

     ઠેસ લઇ ગરબે ઘૂમી આવીએ...

વાદળીની વચ્ચાળે છુપાઈ જઈને પછી

    બે ઘડી સંતાકૂકડી રમી આવીએ...

"ખુલે જો ભાગ્ય...ને હોય જો નસીબ..."

દીસી જાય ક્યાંક..

શંખ ..ચક્ર..ગદા..કે પદ્મ..

તો એને આંખોમાં  આંજી લઇ આવીએ..

સંતાડી હૃદય મંદિરમાં પછી મોટુમસ તાળુ વાસી દઈએ..

છાના ને છપના પછી ચાવીને દૂર ફેંકી આવીએ...

બીરાજે ચર્તુભુજ મુજ હૃદયમંદિરએ

પછી ગુણગાન એનાં ગાતાં રહીયે...

નીત્ય  એની ભક્તિ ને મસ્તીમાં બસ પછી  મસ્તરામ બની મહાલિયે...

ચાલો ઘડીક આકાશે આંટો મારી આવીએ...

         .       ...."તુ"

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ