વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફરક


શું ફરક પડે છે કોણ પહેલા નંબરે છે,

                                        હું કે તમે....

શું ફરક પડે છે કોને ઈનામ મળ્યું ,

                                      મને કે તમને...

ફરક તો પડે છે જ્યારે કોઈકના લખેલા શબ્દો,

હ્રદયમાં સોંસરવા ઉતરી જાય

                                     મારા કે તમારા....


શું ફરક પડે છે કેટલા કોના ફોલો વરસ છે,

શું ફરક પડે છે કેટલી રચનાની વાચક સંખ્યા છે,

ફરક તો પડે છે જ્યારે પ્રતિભાવ હ્ર્દયથી આવે;

                             .            મને કે તમને...

                                     મારા કે તમારા....


શું ફરક પડે છે કે શબ્દો કેટલા લખ્યા,

શું ફરક પડે છે ભાષા ગામઠી હતી કે શહેરી,

ફરક તો પડે છે જ્યારે;

એકાદ શબ્દ જીવનની દિશા બદલી જાય

                       .        મારી કે તમારી....

કોઈ નવી રાહ મળી જાય

                                મને કે તમને......



શું ફરક પડે છે કોઈ વાહ વાહ કરે કે ન કરે,

શું ફરક પડે છે કે રચના હજારો લખી કે નહિ,

ફરક તો પડે છે જ્યારે,

એકાદ રચના બીજાના હ્ર્દયના દ્વાર પંહોચી જાય;

હ્ર્દયને ઉલચિયે કાગળ પરને,

હ્રદયમાં હાશ થઇ જાય,

                                  મારા ને તમારા...!


શું ફરક પડે છે બંધારણ છે કે નહિ,

શું ફરક પડે છે આસ અને પ્રાસ મળે છે કે નહિ,

ફરક તો પડે છે જ્યારે,

શબ્દોમાં ખાલી હરેક દર્દ થઇ જાય;

                               મારું ને તમારું...

એક મેકની એમ ખરી ઓળખાણ થઈ જાય;

                                મારી કે તમારી....,

                                મને ને તમને...!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ