વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દરિયો છલ છલ છલકે છે

પાંપણ પાછળ સાવ, દરિયો છલ છલ છલકે છે.
નહી મોજા નહી નાવ, દરિયો છલ છલ છલકે છે.

ઝખ્મ કઈ રીતે ઠારુ દિલના, પલ પલ ખટકે છે
મલમ લઈને આવ, દરિયો છલ છલ છલકે છે.

કાંટાળી આંખોના પોપચા ગુંદરીયા થઈ ચિપકે
થઈ બીજો મોટો ઘાવ, દરિયો છલ છલ છલકે છે.

કોઇને કાજે ઘા-રુઝણ તો કોઇને માટે મલાલ
કોઇને દીધી છાંવ, દરિયો છલ છલ છલકે છે.

મુજને લાલ રંગ રુધિરનો પણ હવે બેરંગ લાગે
હવે દુઝવા લાગ્યા ઘાવ, દરિયો છલ છલ છલકે છે.

@ પ્રકાશ પટેલ "સાત્ત્વિક"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ