વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાવણદહન

રાવણદહન કરતા પહેલાં એક બાળકીએ મને સવાલ પૂછ્યો, 

વેધક સવાલ થકી જાણે મારાં પર જ પ્રશ્નાર્થ મૂક્યો.

પૂછ્યું મને કે હતી અપહરણ થયેલ સીતા સુરક્ષિત રાવણરાજમાં, 

શું આજે હું સુરક્ષિત છું, બહાર તો છોડ, મારા ખુદના ઘરમાં? 

જો તારો જવાબ 'હા' હોય, તો જ આ રાવણને બાળ, 

બાકી, છોડ આ મશાલ ઝાંખી ભીતર એ રાક્ષસને માર.

મૌન રહ્યો હું એ બાળકી આગળ, લાગ્યું જાણે ઉત્તર ખૂટ્યો,

હાથમાં આપી મશાલ કહ્યું,  જા આ રાક્ષસ તને સોંપ્યો. 


A poem by હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ