વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નઝરૂં લાગી રે..

અરરર્..નઝરૂં લાગી રે 

        મુને નઝરૂ લાગી....

તીખા તીખા નૈણથી

ઝહરીલી નઝરૂં લાગી...

      મુને નઝરૂં લાગી...


ડાકલાં ગજાવીયા..

વૈધડા બોલાવીઆ

મૂવુ ના ઉતરીયું ઝહર..

     અરરર્ નઝરૂં લાગી રે..મુને નઝરૂં લાગી.


વિંછુડાસા ડંખ અધરે

વિષેલાસા બાણ કાળજે

 હાય રે! મુવુ વધીયું રે ઝહર..

      અરરર્ નઝરૂં લાગી રે..મુને નઝરૂં લાગી.


પિયુ મુને પ્રાણ પિયારો

પરેમ સોતનને કરે

હાય રે!તરછોડે મુને

       અરરર્ નઝરૂં લાગી રે..મુને નઝરૂં લાગી..


વિષ ઘોળીયું રે કંઠે

પ્રીતડી તોય ના ઘટે

આયખું મૂવુ થયું ઝહર રે

      અરરર્ નઝરૂં લાગી રે..મુને નઝરૂં લાગી.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ