વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભણકારા

વાગે ભણકારા ભારી અતીતના,

વાગે ભણકારા ભારી રે..હો..હો..હો..હો..જી.

જીવન સઘળું નજરે ચડે,

જીવન સઘળું રે..હા..હા..હા..

હે.. નજરે ચડે,અંતિમ વેળાએ તારી..હો..ભાઈ,

વાગે ભણકારા ભારી રે..હો..હો..હો..હો..જી.


બાળપણ તારું તને દેખાશે,

ખાટલામાં સૂતા સૂતા રે..હો..હો..હો..હો..જી.

એક એક પળનો હિસાબ લેશે,

એક એક પળનો રે..હા..હા..હા..

હે..હિસાબ લેશે,જીવન મરણના જોકા..હો..ભાઈ..

વાગે ભણકારા ભારી રે..હો..હો..હો..હો..જી.


યુવાનીમાં શું શું કર્યું તે,

સઘળું તને દેખાશે રે..હો..હો..હો..હો..જી.

કોનું લૂંટ્યું,કોનું જૂટ્યું તે,

કોનું લૂંટ્યું રે હા...હા...હા...

હે..કોનું જુટ્યું ને કોનાં ભાગનું ખાધું..હો..ભાઈ..

વાગે ભણકારા ભારી રે..હો..હો..હો..હો..જી.


ઘડપણના ખુંધા ખૂપણી,

કેમ હવે ભુલાશે રે..હો..હો..હો..હો..જી.

પારકી આશે જીવતા જીવતા,

પારકી આશે રે..હા..હા..હા...

હે..જીવતા જીવતા કરતો પારકી પંચાતો.. હો..ભાઈ..

વાગે ભણકારા ભારી રે..હો..હો..હો..હો..જી.


કરેલા કરમ તારા તને દેખાશે,

છેલ્લા શ્વાસે શ્વાસે રે..હો..હો..હો..હો..જી.

કરેલા કર્મ ભોગવ્યે છૂટકો,

કરેલા કર્મ રે હા..હા..હા..

હે..ભોગવ્યે છૂટકો થશે જોને તારે હો..ભાઈ..

વાગે ભણકારા ભારી રે..હો..હો..હો..હો..જી.


રામનામ જપતા આનંદ થાયે,

રાજુસર એમ ગાવે રે..હો..હો..હો..હો..જી.

નામ જપતાં દેહ છૂટે ત્યારે,

નામ જપતાં રે હા..હા..હા...

હે..દેહ છૂટે ત્યારે ભવપાર જવાય હો..ભાઈ..

વાગે ભણકારા ભારી રે...હો..હો..હો..જી..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ