વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લક્ષ્ય

અશક્યને શક્ય કરવા કાજ,

વિપત્તિઓને અવસરમાં બદલવા આજ.


અથાગ મહેનત અને પરિશ્રમના સહારે આજ,

રસ્તામાં આવતી વિટંબણાઓ ટાળવા કાજ.


નિષ્ફળતાને અવગણી આગળ વધું આજ,

અંગઅંગમાં ભરીને ઊર્જા આજ.


પગથિયા ચડતો જાઉં સફળતાના આજ,

પુરુષાર્થનો પ્રકાશ પાથરવા કાજ.


પૂરાં કરવા મારા સપનાં કાજ,

ભાગું છું હું લક્ષ્ય ભણી આજ.




- હેમાની પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ