વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફરી આવીશ

કેસરિયો રંગ ખુદમાં સમાવી,
સૂરજ ક્ષિતિજમાં ઓગળ્યો હતો.
'ફરી આવીશ'નું વચન નિભાવવા,
સોનેરી પ્રભાતે ઊગ્યો હતો.

ધૂમ્મસભર્યા વાતાવરણમાં,
રસ્તો 'ય ધૂંધળો દેખાતો હતો,
મારા હૃદયમાં વર્ષોથી અકબંધ,
ચહેરો તારો સ્પષ્ટ જણાતો હતો.

જોજનો દૂર વસેલો છે તું,
છતાં મેં ખૂબ નીરખ્યો હતો.
વાયદાઓ પર વાયદા કરી,
તું એમાંથી છટક્યો હતો.

સંધ્યાસમયે તું સામે રહેલી,
ક્ષિતિજને 'ય અવગણતો હતો.
ધરા- ગગનનું મિલન જોઈને,
મનમાં તું રોજ ઘૂંટાતો હતો.

© ✍️ મીરા પટેલ

(નોંધ:- 22/1/2021ના રોજ 'ગુજરાત છાયા' ન્યૂઝપેપરમાં પ્રકાશિત થઈ ચૂકેલ રચના)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ