વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તને !

કરતો નથી હું કોઈ ફરિયાદ કદી,

પણ કરું છું સદા હું યાદ તને !


સરવાળે મને તું લઈ શકતી નથી,

કરતો નથી કદી તોય હું બાદ તને !


દીઠી જે દનથી,ફૂટી વાત મીઠી,

ન વાદ છે,ન કોઈ છે વિવાદ તને !


સુણી શકે એટલી જ દૂર છે તું,

કર્યા કરું છું તેથી હું સાદ તને !


 આવીશ કહીને કદી આવે નહિ,

 દિલથી દઉં છું તોય હું દાદ તને !


રહેંસાઈ ગયા ભલે અરમાન બધા,

નથી કહેતો તોય હું જલ્લાદ તને !


હલાલે દિલ મારુ મુક્કદર હતું,

દોષ નથી દેતો હું,ઓ સૈયાદ તને !


અંતરમાં રહી તું ભલે અંતર રાખે,

ધરું પ્રેમની તોય હું સોગાદ તને !


વાવ સ્નેહ બેખોફ,ડરશે બરબાદી

ફસલ દિલની કરશે આબાદ તને !


આવીને જતો રહું હું રાહ જોઈને

સુજે  પછી જ બધા  સંવાદ તને !



ઝૂમી ઉઠેશે આ ભરત તો તરત,

મધુરો જો સુજે કોઈ નાદ તને !


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ