વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મીરા

                'કેવી રંગત છે એના શબ્દોમાં! કેવું દર્દ છે! એક એક શબ્દ હૃદયનેસ્પર્શી જાય. હૈયાને વીંધી નાખે! આહ.. ક્યાંથી આવતું હશે એટલું દર્દ! કેમ લખી શકતો હશે એ! શું તકલીફ હશે! કોને આટલું ચાહતો હશે! આ દર્દ ચાહતમાં પરીવર્તિત થઈ જાય તો! એના જખમ ઉપર હું થોડો મલમ લગાવી દઉં તો! એના શબ્દો, એની કવિતા, એની ગઝલ મારા માટે લખાય તો! એની ચાહત મારા ઉપર ઢોળાય તો! એ મને ચાહે તો! હું એને મારા પ્રેમથી ભીંજવી દઉં તો!'

                   રાત્રીના અંધકારને આંખોમાં ભરતી, ઘરના બગીચામાં રાખેલા ઝુલા ઉપર ઝુલા ઝૂલતી મીરાં વિચારોમાં ચાંદની સાથે ખોવાયેલી હતી. ઉપર ચાંદની રાત અને ભીતર કોઈના શબ્દોનો ઘાવ એને મદહોશ કરતો હતો. કોઈની ગઝલ વાંચીને એ એટલી વ્યાકુળ થઈ હતી કે જાણે ઉપરથી નીચે સુધી ઘવાય ગઈ હતી. કોણ હતું એ? એ પણ ક્યાં જાણતી હતી! એને તો ફક્ત શબ્દોની ઓળખ હતી. એને તો બસ ગઝલની પ્યાસ હતી. એ વ્યક્તિ કોણ એનાથી એને ક્યાં કોઈ ફરક પડતો હતો. બસ એ ખેંચાય રહી હતી ગઝલમાં છલકતા ભાવ સાથે. એ ઘવાય રહી હતી શબ્દોમાં રહેલી ધાર સાથે. એ ભીંજાય રહી હતી ગઝલમાં ભરેલી પ્રણયની ભીનાશ સાથે. એવું તો શું હતું ગઝલમાં!

               રોજ ઓન લાઈન આઠ - દસ ગઝલો રજૂ થતી. એક એક ગઝલ એકથી ચરડયાતી. એક વાંચો અને એક ભૂલો. એક એક શબ્દ ચોટદાર, ધારદાર. વાંચતા જ સીધા હૃદયનેસ્પર્શી જાય. હૃદયમાંથી આહ નીકળે અને હોઠો ઉપર વાહ સંભળાય. કંઈક અલગ જ કલાકારી હતી એના શબ્દોમાં. કંઈક અલગ જ ધાર હતી એના શબ્દોની. કંઈક અલગ જ દર્દ હતું એની ગઝલોમાં. કંઈક અલગ જ છટા હતી એની કલાકારીની. અદ્રશ્ય રહીને પણ એ હ્ર્દય ઉપર રાજ કરતો. એક પળ પણ એવી ના ગુજરાતી કે મીરા એને ભૂલી શકતી. ગઝલનો એક એક શબ્દ એ હોઠો ઉપર પ્રસરાવતી. એની ફોરમને શ્વાસમાં ભરતી. એક વાર નહિ પરંતુ એક ગઝલ એ અનેક વાર વાંચતી. જેટલી વાર વાંચતી એટલી વાર એના પ્રેમમાં પડી જતી. પરંતુ કહેવું કેમ? પોતાના હૃદયના ભાવ જાહેર કરવા કેમ?

મીરાંએ મેસેજ બોક્ષ ખોલીને મેસેજ કર્યો. પરંતુ એનો ત્વરિત જવાબ ન આવ્યો. રોજ મેસેજ કરતી. છતાં

કોઈ જવાબ ન મળતો. જવાબ ન આપવાની ટેવ મીરાંએ શ્યામથી વધુ નજીક લઈ આવી. એનું હ્રદય જોર જોરથી ધબકી રહ્યું હતું. એણે ક્યાં શ્યામને જોયો હતો. બસ માણ્યો હતો. શબ્દોમાં જોયો હતો. ફક્ત એની પ્રોફાઇલમાં શ્યામનું ડીપી જ હતું. પરંત જે શબ્દોના આશિક હોય એને ચહેરાથી શું કામ! બસ શબ્દોની ચાહત હતી. શબ્દોથી જ ચાહતી રહી. શ્યામનો એક એક શબ્દ મીરાના અંતરને સ્પર્શ કરતો. શ્યામની રચના જ વાંચીને મીરાના મનમાં વસંત મોહરી જતી. ગજબનું આકર્ષણ હતું શબ્દોમાં.

                 મીરા એ વારંવાર મેસેજ બોક્સ ચેક કર્યું પરંતુ શ્યામનો કોઈ મેસેજ હતો નહિ. મીરા અધીરી થતી જતી હતી. મનનો થનગનાટ કોઈ કાળે શાંત થતો ન હતો. બે દિવસ થઈ ગયા તો પણ શ્યામ તરફથી કોઈ જ પ્રત્યુતર આવ્યો નહિ. આખરે અધીરી મીરાંએ શબ્દ લખીને મોકલ્યો અને એ શબ્દ ઉપર ગઝલ લખવા કહ્યું. થોડા જ સમયમાંએ શબ્દને લઈને એક હ્રદય સ્પશી રચના મીરાની આંખો સામે હતી. મીરા તો જાણે પાગલ થઈ ગઈ. ફરી ફરીને એ રચના વાંચી રહી. એનો પ્રેમ એની આંખોમાં ઉભરાય રહ્યો.

               પછી તો રોજનું થયું. રોજ મીરા એક શબ્દ લખીને મોકલતી. રોજ શ્યામ એ શબ્દ ઉપર ગઝલ રજૂ

કરતો. મીરાની મૂરાદ પૂરી કરતો. શ્યામને પણ આ શબ્દોની રમત ખૂબ ગમતી. એને પણ ક્યાં ખબર હતી કે મીરા શ્યામની આશિક હતી. શ્યામને શબ્દ મળતો અને મીરાને સુકૂન . મીરા શ્યામ માટે રોજ નવા શબ્દો શોધી લાવતી અને શ્યામ નવી ગઝલ શોધી લાવતો. અજીબ વાત એ હતી કે બંને એક બીજાને જાણતા નથી. આખરે મીરા એ જ વાતની શરૂઆત કરી. હવે તો શ્યામ પણ એના મેસેજના જવાબ આપતો. પરંતુ મીરાનો મેસેજ આવે એ પછી જ એ મેસેજ કરતો અને જરૂર સિવાયના મેસેજ કયારેય નહીં. ફક્ત કામની વાત.

                     દિવસો સુધી ચાલ્યું. મીરાંએ પોતાના શબ્દોમાં શ્યામને સમાવાનું શરૂ કર્યું. પરંતુ શ્યામ આ બાબતથી અજાણ હતો. ધીમે ધીમે પ્રણયના અંકુર ફૂટ્યા. શ્યામના રંગે રંગાયેલી મીરાની વાત તો જૂની થઈ ગઈ. અહીં તો શ્યામ મીરાના રંગે રંગાય રહ્યો હતો. બંનેના હૃદયની ધડકન એક થઈ. બંનેના હ્ર્દયમાં પ્રણય વહી રહ્યો. મીરાંએ શ્યામના શબ્દોને શબ્દનું નવું રૂપ આપ્યું. હૈયાનો હરખ ઉભરાવા લાગ્યો.

              ફોન નંબરની આપ લે થઈ. પરંતુ કોઈ દિવસ ના તો શ્યામ ફોન કરી શક્યો કે ના તો મીરા. ખબર નહિ

પરંતુ શબ્દો વગરના પ્રેમની ભાષા એમના હૃદયને વધુ માફક આવતી હતી. ના કોઈ બંધન, ના કોઈ શરત, ના

આનાકાની. સાત્વિક વ્યવહારમાં શુદ્ધ પ્રેમ! એક બીજાનું માન હતું. માનમાં મર્યાદા હતી. મર્યાદામાં મહેક હતી. બે કિનારાની વચ્ચે એક નદી વહી રહી હતી. પ્રેમની નદી. બંને કિનારા હર્ષભેર એ નદીને ઝીલી રહ્યા હતાં. દુરીયા હતી પરંતુ વિરહ ન હતો. મૌન હતાં છતાં વેદના ન હતી.

                 અને એક દિવસ શ્યામથી ભૂલ થઈ ગઈ. મીરાંને હ્ર્દયમાં રાખીને એ કોઈ અન્યને પોતાના શબ્દોમાં સમાવી રહ્યો. ખબર નહિ શું થયું પરંતુ એ પાછો ના વળી શક્યો. એના ઉઠેલા કદમ એના પગ ઉપર કુહાડી હતી. કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને વિનાશ કરી બેઠો. મીરાનું શું થશે એ તો એણે વિચાર્યું જ નહીં. મીરાના હૃદયને આપેલી ચોટ એને બહુ મોડા સમજાઈ. અને ત્યારે ખરેખર બહુ મોડું થઈ ગયું હતું.

              પરંતુ મીરા હજુ શ્યામમાં હતી. એ બધું જ જાણતી હોવા છતાંચ ચૂપ રહી. એના હ્ર્દયમાં રહેલો શુદ્ધ પ્રેમ જીદ ન હતો. પ્રેમમાં ક્યારેય જીદ ના હોય. એ ક્યારેય મેળવવા નહોતી માંગતી. પ્રેમ આપવામાં સમજ્યો છે. અને મીરાંનું સમર્પણ હતું. કોરી આંખોએ હૈયુ રડયું છતાં મીરાંએ એ આંસુને અંતરમાં છુપાવી દીધા. ભીના હોઠની મુસ્કાન કરમાઈ છતાં મહેકતા રાખ્યાં. ભીતર બળતી દાહ એણે આંખો સુધી ના આવવા દીધી. ખુદમાં વહેતા પ્રેમના ઝરણાને એણે સદાય મહેકતા રાખ્યાં.

             શ્યામ સાથે એણે વાત બંધ ના કરી. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત બાદ પણ એણે શ્યામને હિંમત આપી. સહારો આપ્યો. શ્યામના ભાંગેલા મનને બેઠુ કર્યું. એક આદર્શ મિત્ર બનીને રહી. રોજ શ્યામ સાથે વાત કરતી. શ્યામને નફરત કરવી હતી છતાં પણ મીરા ના કરી શકી. એના જીવનમાં શ્યામ ના હોવા છતાં ક્યાક શ્યામ હતો. પરંત ક્યાં?

            પોતાની ભૂલ સમજાય બાદ એક દિવસ શ્યામે પૂછ્યું:


"મીરા, શું આપડે પહેલાની જેમ ફરીથી ના રહી શકીએ?"

"શ્યામ, સ્ત્રી એક વાર હૃદયમાંથી ઉતરી ગયેલા પ્રેમને ફરી હ્ર્દયમાં સ્થાન નથી આપતી. અને કદાચ આ બીજાને લાગુ ના પડે. પરંતુ મને લાગુ પડે છે." - આટલું બોલતા તો મીરાંએ જાણે થાક લાગી ગયો.


          મનમાં ઉઠતું આશાનું તોફાન શાંત થયું. શ્યામની આંખમાંથી નિ:શબ્દ એક આંસુ સરી પડ્યું.








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ