વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીંદગી રોજ ઓછી થાય

જીંદગી રોજ ઓછી થાય



વરસ આવે 'ને જાય જીંદગી રોજ ઓછી થાય

દિવસ ઉગે આથમી જાય જીંદગી રોજ ઓછી થાય


મનવા કરી લે વિચાર કરમ કેવા રે કરાય ?

ભાવથી ભવસાગર તરાય જીંદગી રોજ ઓછી થાય


એક આવશે બે જાશે, ચક્ર ફરતું રે'તું ભાઈ

બે જાશે ચાર આવશે જીંદગી રોજ ઓછી થાય


મા-બાપ ભાઈ-બેન દોસ્તી પ્રેમમાં વારંવાર પડાય

પ્રેમ તો પ્રાણીને પણ થાય જીંદગી રોજ ઓછી થાય


કેટલું જીવીશ? ક્યારે મરીશ? કોને ખબર ભાઈ

શ્વાસ ક્ષણે તુટી જાય જીંદગી રોજ ઓછી થાય


તેજમય જીવીશ? કેવું જીવીશ? નક્કી કરને ભાઈ

હવે નક્કી કરને ભા...ય જીંદગી રોજ ઓછી થાય


©® લેખિકા :: તેજલ વઘાસીયા  (ઉમરાળી જૂનાગઢ )

30/12/2021 ગુરૂવાર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ