વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાલને, પાછા બાળક થઈએ!

ચાલને, પાછા બાળક થઈએ!


શું રાખ્યું છે મોટા થવામાં ?

ચાલને પાછા બાળક થઈએ.

ઢીંગલા-ઢીંગલી થી રમીએ,

સ્વપ્ન મહેલમાં ફરીએ....

           ચાલને, પાછા બાળક થઈએ!


લાકડી બની જાય ઘોડો આપણો,

તકીયાના બનાવીએ બંગલા.

ચાદર માંથી ડોકિયું કાઢી,

ધીમેક થી..   હાઉક કરીએ..

           ચાલને, પાછા બાળક થઈએ!


ચાંદા-સુરજ સાથે રમીએ,

કરીએ ચંદુ જેમ લટકા...

દાવ જો નહીં ઉતરે થપ્પા માં

બહાનું કરી ભાગી જઈએ...

           ચાલને, પાછા બાળક થઈએ!


એ ભાઈ ! એમ કરીશ તો,

તારી હવે રામ ચોકડી.

કાલથી તું બાકાત

આપણી ટોળકી માં જ ફરીએ..

         ચાલને, પાછા બાળક થઈએ!


ગિલ્લી-દંડા અને આઈસ-પાઈસ,

ભમરડાં થી રમીએ,

ઠેરીઓ મારી મહા-મુલી,

લડીને પણ પાછી લઈએ...

        ચાલને, પાછા બાળક થઈએ!


ક્રિકેટની રમતમાં કેપ્ટન હું ,

બેટ મારો તો જ લાવું.

બોલ માટે ઉઘરાવીએ પૈસા,

એમ પાછા બોલ લાવીએ...

           ચાલને, પાછા બાળક થઈએ!


એમ તો આપણે મોટા ઈંજનેર,

કાગળથી પ્લેન ઉડાળીએ.

ચોમાસામાં છબછબિયાં કરતાં,

કાગળ નાવ તારાવીએ.

         ચાલને, પાછા બાળક થઈએ!


ગાડીઓ મોંઘી મૂકી બાજુએ,

ચાલ ભાડે સાઇકલ લાવીએ.

વારા ફરથી ચક્કર મારીએ..

ડબલ સીટમાં બેસીએ- ફરીએ..

         ચાલને, પાછા બાળક થઈએ!

તું લાવજે મમરા થોડાં

હું લાવીશ સેવ .

ડુંગળી ટામેટાં ભેગા કરી,

ભેળની પાર્ટી કરીએ...

         ચાલને, પાછા બાળક થઈએ!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ