વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નથી ખબર મને

કવિતા શું કહેવાય! એ તો મને નથી ખબર,

હા! જોયો તને ત્યારથી તારા માટે લખાય છે.


પ્રેમ કોને કહેવાય! એ તો મને નથી ખબર,

હા! તારા માટે હ્રદયમાં લાગણી જન્મે છે. 


દીવાનગી શું કહેવાય! એ તો મને નથી ખબર,

હા! તારા માટે પાગલપન જરૂર થાય છે.


તડપ,તરસ શું કહેવાય! એ તો મને નથી ખબર,

હા! તને પામવાની ઈચ્છા જરૂર થાય છે.


આવારગી શું કહેવાય! એ તો મને નથી ખબર,

હા! તારા માટે કરવાનું મન જરૂર થાય છે.


સ્વપ્ન શું કહેવાય! એ તો મને નથી ખબર,

હા! તને જોવાની ઈચ્છા જરૂર થાય છે.


સ્નેહનાં સંબંધ શું કહેવાય! એ તો મને નથી ખબર,

હા! તારી સાથે એ બાંધવાની ઈચ્છા જરૂરી થાય છે.


પાગલ પ્રેમી કોને કહેવાય! એ તો મને નથી ખબર,

હા! તારા માટે આ નિક્સ પાગલ જરૂર થાય છે.

©Niks ???? Se ???? Tak


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ