વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેમ?

કરું છું વિચાર પળ પળ કરી બેઠો પ્રેમ તને જ હું કેમ?.

કર્યા અળગા સહુ પોતાના વહાલ કરી બેઠો તને જ કેમ?.


ફરી લખાઈ રેખા ભાગ્યની પ્રશ્ન કરી બેઠો ખુદને હું કેમ?.

ભૂલ કરું કદાચ પણ ફરેબ ના કરું તું સમજે છે કે કેમ?.


સમય નીકળી રહ્યો હાથથી હું રોકવા સમર્થ નથી કેમ?.

સારું નરસું ભુલ્યો હું બસ પ્રેમલક્ષણા ભક્તિ કરી કેમ?.


ના આંકશો મને બીજાની નજરે હું જીવ પ્રેમનો ભૂલો કેમ?.

હરપળ ધબકતું "દિલ" મારું નામ ફક્ત તારું જ લે છે કેમ?


દક્ષેશ ઇનામદાર."દિલ"..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ