વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ પ્રકરણ

બીજ રોપાયું પ્રણયનું "ખીલી ઉઠ્યું" મનઉપવન.

વરખ શું લગાવું શબ્દોને રચાઈ ગયું પ્રેમ પ્રકરણ.


ભીંજાઈ આંખ વિરહમાં અશ્રુબિંદુ અગ્નિજ્વાળ.

આંખથી નીતરી સમાયા હોઠ સુધી અશ્રુ હૈયાપાર.


તૃષાથી વ્યાકુળ તન બળી રહ્યું જાણે અગ્નિસ્નાન.

શબ્દો ચીરી પહોંચ્યું મન સુધી મળ્યું વિરામસ્થાન.


નાદ  અંતરમનનો પહોંચે માઈલો  દૂર પવનસંગ.

સાક્ષી બન્યું 'દિલ' અમારું પ્રેમ બન્યો ઇશ્વરમય.


દક્ષેશ ઇનામદાર."દિલ"..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ