વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પર્યાયિક

અધૂરી હું પારિજાત મહોરતી,
તું સુગંધનો અનાદિત્વ તરસ્યો.

ચંચળ નદી હું વહેતા શબ્દોની,
તું શબ્દભાવથી ઊભરાતો દરિયો.

હું હાથોની લકીરનું રહસ્ય ગૂઢ,
અમાપ અસરારનો અર્થ તું સર્યો.

હું આક્રોશની ભભૂકતી આગ ઠરી,
તુંં સંજીવનીનો શીત કુંભ સો ભર્યો,

હું તો ભરમાવતું સ્વપ્નજગત ખરૂં,
તું આંખો વચાળેના દર્પણમાં જડ્યો.

હું અદ્ધર શ્વાસની અસ્તાચળ માર્ગી
તું ક્ષિતિજ પહેલાનો મુકામ થઈ મળ્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ