વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માતૃભાષા ગુજરાતી

ઊંચનીચમાં નથી માનતી મારી ભાષા ગુજરાતી,

ખારા મીઠાને પણ મીઠું કહે એ મારી ગુજરાતી..


બાર ગાઉ પર લહેકો બદલે ને વધુ મીઠી બનતી જાતી,

પંચાવન શબ્દ પર મિનિટનો વૈભવ મારી ગુજરાતી,


આગવો અંદાજ અને જાજરમાન લહેકો ફૂલે મારી છાતી,

જયશ્રી કૃષ્ણ ની સકારાત્મકતા અર્પે મારી ગુજરાતી


દેશ વિદેશમાં વસતાં ગુજરાતીઓ અને ઢોકળાની રીત પોખાતી,

ગમે તે કરી લે પણ ક્યારેય ના છૂટતી મારી ગુજરાતી,


અભિમાન છે મને કે હું છું એક ગુજરાતી,

છતાં સરખી મૂલવુ દરેક ભાષા, એટલે જ હું ગુજરાતી,


આંખ બંધ થાય ને સ્વપ્ન ગુજરાતી,

આંખો લાલ થાય ને નીકળે મારી ગુજરાતી,


અઢી અને દોઢની ગડમથલમાં નવી પેઢી ગુજરાતી,

તોય માસી ને કાકા અમારા ગૂગલ, એ જ મારી ગુજરાતી,



વ્યાપારની ભાષા ગજ્જબની જાણે,

દરેકને સ્વીકારી પ્રેમ કરે મારી ગુજરાતી...


પૂજા ત્રિવેદી રાવલ,

સ્મિત

©

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ