વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુજરાતીની બોલબાલા

આજે પણ તારી દરેક ધડકન પર ગણતરી કરું છું,

ખબર નથી એકડે એકથી શરુ કેમ‌ કરું છું?


એક તો શિક્ષક અને એમાંય વિદેશી ભાષા શીખવું છું,

છતાં કલમ હાથમાં લઈને કેમ માતૃભાષાને રીઝાવું છું? 


મગજ ગમે તે કહે , ગમે તેટલી દલીલો કરે, 

જાણે જ્ઞાનજ્યોત ગુજરાતીથી પ્રગટાવુ છું.


દિલ જ નહીં અંગેઅંગ પર નિયંત્રણ છે તારું,

સ્વપ્નમાં જ નહીં ગુસ્સામાં પણ વધાવું છું.


ઘણી ભાષાઓ સમજી શકી હું,

ફ્રેન્ચ કે સ્પેનિશ, કે પછી મેન્ડેરિન પણ ભણાવું છું. 


જાણું છું ફક્ત માતૃભાષા...

પ્રેમમાં ક્યાં તને ક્યારેય ભૂલાવું છું...



એક મિનિટ થોભી જા આજે મારી પાસે,

ફક્ત એક દિવસ નહીં જન્મોજન્મ તને જ બોલાવું છું...


માન ના આપી શકું કાયમ કારણ નથી શીખવ્યું મેં બારાક્ષરી લખતાં,

નવી પેઢીમાં છતાં રસ વધારવા ગુજરાતી પણ શીખવું છું..


વિદેશીઓને જ નહીં દેવીઓને પણ..

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી સમજાવું છું..


અભિમાન કરું છું ગુજરાતી હોવા પર ભલે...

ડોલરને હરહંમેશ ઝંખું છું.


ખાલી ઢોકળાને ખાંડવી જ નહીં,

રાષ્ટ્રભાષા સાથે કક્કો પણ ફેલાવું છું.


દેશવિદેશમાં પ્રખ્યાત છે ઢેબરાં ને ફાફડા,

ખાલી જેઠાલાલ જ નહીં હું પણ ફેલાવું છું.. 


શહેનાઝના કૂતરાને ગુજરાતી બોલાવવાની,

ગુજરાતી બોલબાલા હું પણ લહેરાવુ છું...


કોરિયન કે ચાઈનીઝ ઇન્વેસ્ટર્સ આવે શીખવા,

હિન્દી સાથે ગુજરાતીની બોલબાલા કરું છું..


મને તો ભારત માતા માટે સન્માન સ્થાપિત કરવું છે. 

પણ ગુજરાતી હોવાની છટા મોદી જેમ વાપરું છું. 


કેમ છો પૂછી દરેક ગુજરાતીને દિલમાં,

ઘર પહોંચ્યાનો અહેસાસ કરાવું છું..


ભલે સ્પર્ધાત્મક પરીક્ષા ના આપે ગુજરાતી તો પણ,

ગુજરાતી બીજાને શીખવી આત્મનિર્ભર દરેક ગુજરાતીને બનાવું છું.. 


ટાટા બાય બાય કોગ્રેચ્યુલેશન્સ વાપરી,

ચાલ પાર્ટી આપી .. ઢોકળા ખાંડવી દરેક પાસે માગું છું..


દુનિયાના કોઈપણ છેડે વસેલ ગુજરાતીને 

ગરવી ગુજરાત બતાવું છું... 


પૂજા ત્રિવેદી રાવલ

સ્મિત

©

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ