વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તો આપણો પ્રેમ સાર્થક

ના તું કંઈ બોલે ના હું કંઈ બોલું,

બંધ હોઠોએ પ્રેમની વાતો થાય તો આપણો પ્રેમ સાર્થક.

આંખોની અભેરાઈ પર બેસીને પ્રેમનાં ગીતો ગવાય તો આપણો પ્રેમ સાર્થક.

પ્રેમનાં પ્રસ્તાવો તો ઘણાં મૂકે, વગર પ્રસ્તાવે પ્રેમ થઈ જાય તો આપણો પ્રેમ સાર્થક.

કોઈ ચોકલેટ આપે કોઈ ટેડી આપે, બસ બે કાતરા માં પ્રેમ થઈ જાય તો આપણો પ્રેમ સાર્થક.

કોઈ ગળે મળે, કોઈ પ્રેમથી ચુંબનો આપે બસ દૂર ઊભીને આંખોથી આલિંગન થઈ જાય તો આપણો પ્રેમ સાર્થક.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ