વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સપનામાં સરીએ

પંથ મળે તો પ્રવાસ કરીએ.
હ્ર્દયથી ખુબ ખુબ ઠરીએ.

મળે કોઈ પ્રવાસી પંથ મહીં,
હંમેશા વફાનો હાથ ધરીએ.

આકાશ આંબવાની અપેક્ષા,
વિહંગ બનીને ખુબ ફરીએ.

વનવગડે બગીચામાં ભમતાં,
ચમનની બેક ખુશ્બુ ભરીએ.

દાદાનો ડંગોરો લઈ"તકદીર"
પરી પાંખે સપનામાં સરીએ.

જે.એમ.ભમ્મર
"તકદીર"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ