વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધુળેટી

 "ધુળેટી"
➖️➖️➖️


આજે બધા ખૂબ આનંદમાં હતા.ધુળેટી રજાનો દિવસ અને આશાને છોકરાવાળા જોવા આવવાનાં હતાં.આશા આજે ખૂબ ખુશ હતી.જાણે સાત રંગોમાં
ને સાત સુરોમાં રંગાઇ ગઇ હતી.આશાની સાથે કોલેજમાં અભ્યાસ કરતો,અમર તેને જોવા આવવાનો હતો.ઘરમાં રોનક અને આનંદથી ભરેલી ચહલપહલ હતી.એટલાંમાં ડોરબેલ વાગી.

         બધાનું ધ્યાન બારણાં પાસે પહોંચ્યું.હજી તો, 
મનોજ ઉભો થાય એ પહેલાં....આશા વીજળી વેગે દોડીનેે બારણાં સુધી પહોંચી ગઈ.બારણું ખોલીને, 
કશું જ બોલ્યા વગર,નજર નીચી કરીને ધીમા પગલે મોં મલકાતી,મલકાતી પોતાનાં રૂમમાં જતી રહી. 
આ દ્રશ્ય જોઈ ભાઈ મનોજ ખડખડાટ હસી પડ્યો. 
ને બોલ્યો,"વાહ રેે,બેના તારો કંઈ જવાબ નહીં.
ઓ હો."....
            અમર અને તેના મમ્મી-પપ્પાનું સ્વાગત કરતાં મનોજ કહે,:-"અમર કેમ મોડું થયું.?વહેલી સવારથી તમારી રાહ જોવાય છે."હસીને જવાબ આપતાં એનું દિલ બાગ-બાગ થઈ રહ્યું હતું."એમાં એવું છે ને,કે મને ધુળેટી બહુ ગમે.હુંં રંગો લેવા ગયો હતો."અંદરથી
અવાજ આવ્યો.:-"ચાલો,ચા,નાસ્તો તૈયાર છે.તમે મહેમાનનું સ્વાગત કરો."મનોજે તેની પત્ની સામું    જોઈ માથું ધુણાવી'હા'કહી.
અમર અને મમ્મીપપ્પાને તે હોલમાં લઈ ગયો.
આવો,આવો,..બેસો,બેસો,એમ બોલીને,મંજુલાએ સોફા તરફ ઈશારો કર્યો.
મહેમાન બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા.
           "મંજુલા ભાભી, !!...ઓ મંજુલા ભાભી,..!!
આશા ક્યાં છે? અમે રાહ જોઈએ છીએ ક્યારનાં, 
રંગોથી પિચકારી ભરીને અમારી ટોળી તૈયાર છે.
આશા કેમ દેખાતી નથી,?આશા કેમ હજુ બહાર
આવતી નથી,?આમ હેતલે બૂમાબૂમ કરીને,આશાને શોધવા લાગે છેે.હેતલને શાંત કરી.હરખથી વાત કહેતાં કહ્યું આશાનાં ભાભીએ,"અરે ગાડી, ! ઘરે મહેમાન આવ્યા છે.જોતી નથી.પેલો જુવાન છોકરો દેખાય છે ને તને,...હવે તો,એ જ આશાબેનને રંગશે. 
અને આશાબેન જીવનભર તેના જીવનસાથી સાથે પ્રેમ રંગમાં રંગાયેલા રહેશે."

          "ઓ હો,ભાભી એવું છે..!! આશ્ચર્યથી હેતલ બોલી.અંદર રહેલી આશા પોતાની બહેનપણી અને ભાભીનો વાર્તાલાપ સાંભળે છે પણ,રોજની જેમ દોડીનેેેે બહાર આવતી નથી.આજે આશાને લાગ્યું.તે એક સ્ત્રી છે.દર ધૂળેટીયે આશા રંગોથી રમતી હતી.ગાંડી ઘેલી થઈ,મન ભરીને નાચતી હતી.

             આજે,આજ 'રંગો' એને વગર રંગે,.... 
મંજુલા ભાભીનો હેતલ સાથેનો સંવાદ રંગી રહ્યો હતો. 

             "શબ્દ પણ,માણસનેે આનંદ,ઉલ્લાસનાં      રંગોથી રંગી શકે છે."રંગ"શરીરનાં અંગેઅંગ રંગે છે. 
જ્યારે,"શબ્દ"મન અનેે શરીરને સાંગોપાંગ રંગ છે.
શબ્દ અને રંગ બન્ને મળીને ધુળેટીના પર્વને સપ્તરંગી બનાવ્યું.

  ✍️ જયા.જાની.તળાજા."જીયા"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ