વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખૂની કોણ???

(શોપિઝન "ખૂની કોણ ?"વાર્તા સ્પર્ધા

( પ્લોટ આધારિત)


શિયાળાની ગાત્રો ગાળી નાખે એવી અંધેરી રાત માં આબુના વાંકાચૂકા રસ્તા ઉપર એક કાર પૂરઝડપે દોડી રહી છે ગાઢ ધુમ્મસ માં બે હાથ આગળ નું કઈ જ દેખાતું નથી અચાનક કાર

ઉભી રહે છે.

કારમાંથી એક વ્યક્તિ બહાર નીકળીને સુટકેસ ને વિરાન જગ્યા એ નાખીને કારમાં ફરી બેસી જાય છે.

સવારમાં અજાણી સુટકેસ જોઇને પોલીસ ને જાણ કરવામાં આવે છે. સ્થાનિક રહીશો પ્રમાણે આ સુટકેસ રાતના બાર વાગ્યાની આજુબાજુ કોઈ મૂકી ગયું હોય એવું લાગે છે એમ કહ્યું .

પોલીસ આવી ચૂકી છે સુટકેસ ખોલતા  તેમાંથી લોહીથી લથપથ  લાશ મળી જેના હાથ પગ બાંધેલા હતા.

પ્રથમ જે લોકોએ લાશ જોઈ એમની જોડેથી જાણવાજોગ પુરાવા લેવામાં આવ્યા.

સુટકેસ મા મળેલી લાશ ના હાથ પગ બાંધેલા હતા તેના કારણે ને એવું સાબિત થતું હતું કે મર્ડર કરતી વખતે બે થી ત્રણ વ્યક્તિ હોઈ શકે છે.

મુતક ના ઓળખાણ માટે એના ચિન્હો જોવામાં આવ્યા ખિસ્સામાં તપાસ કરવામાં આવી જેનાથી કોઈ નક્કર તથ્ય પર પહોંચી શકાય.

ખિસ્સા માંથી હોટેલ નું કાર્ડ મળે છે.

પ્રથમ સ્થાનિક લોકોનો નિવેદન લેવામાં આવ્યા પણ પ્રાથમિક જાણકારી સિવાય કશું જ મળ્યું નહીં એ હત્યા કરવામાં આવી તો કયા કારણોસર હત્યા કરવામાં આવી હતી.

પોલીસે પહેલા તો ગુમ થયેલ વ્યક્તિઓની તપાસ કરી ત્યારબાદ સ્થાનિક લોકો ના આધારે તપાસ કરી તેમના પરિવારના લોકોની શોધખોળ હાથ ધરી.

એક બાજુ કાર્ડ પરથી હોટેલ માં ગયા જ્યાં સી.સી ટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા પણ અંધારું હોવાથી દ્રશ્ય બરાબર નથી દેખી શકાતું  અને  રજીસ્ટર માં નામ જોવાથી ખબર પડી કે આ વ્યક્તિનું નામ સોમેશ પ્રજાપતિ છે.


હોટેલ ની જે રૂમ હતી ત્યાં ફોટો ગ્રાફર ફોરેન્સિક અને ડોગ સ્કોવોડ બોર્ડ સાથે ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારી મિસ્ટર રાઠોડ ની જવાબદારી હેઠળ તપાસ કરવામાં આવી.

તપાસ કરતા એવું લાગી રહ્યું હતું કે ઝપાઝપી નો બનાવ નથી બન્યો તેથી કોઈ નજીકની વ્યક્તિ એ જ મર્ડર કર્યું હોવું જોઈએ .

બહારથી અંદર કોઈ પ્રવેશી શકે એવું નથી એટલે જે પણ વ્યક્તિ અંદર આવી હોય તે તેની ઓળખતી જ હોવી જોઈએ કેમ કે દરવાજો ખુલ્લો રખાયો હશે.


ફિંગર પ્રિન્ટ લેવામાં આવી. બ્લડ ના રિપોર્ટ ફોરેન્સિક માટે લીધા. બે છુટેલી ગોડીયો મળી

જેમાંથી એક ગોળી દિવાલને અથડાઇને નીચે પડી ગઈ હતી.

અને એક ગોળી સોમેશ ને છાતીમાં વાગી ગઈ હતી એમ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ફાયરિંગ માંથી જે ગોળીઓ લીધી તે સાડા પાંચ ઈંચની પિસ્તોલમાંથી છુટેલી હોવી જોઈએ અને આ પ્રકારની ગોળી..

colt 380 avto (mustange pocketlte)

પિસ્તોલ માં વપરાય છે.

આ પ્રમાણે એવિડન્સ મિસ્ટર રાઠોડે ભેગા કર્યા.

હવે એમને ફોન નંબરના આધારે તેમના પરિવાર ની શોધ કરી. ફોન મોબાઈલ બધું જ બંધ આવી રહ્યું હતું. કોના નામ નો નંબર છે અને કયા એડ્રેસ પર છે બધી જાણકારી લઈને  રાઠોડ અમદાવાદ પહોંચ્યા.

સોમેશ ના પરીવાર જોડે વાત કરતા ખબર પડી .સોમેશ ની માયા જાળમાં ફસાઈને ગુંજન ના પરિવારે તેની સાથે લગ્ન કરાવી દીધા હતા.

સોમેશ ની જલસા થી જીવવા ની આદત અને દાદાગીરી થી ઊભી કરેલી ધાક માટે પ્રખ્યાત હતો તે વ્યવસાયે હોશિયાર વકીલ પણ હતો.

ગુંજન મજબૂરી વસ લગ્ન તો કરી લે છે પણ તે સંદીપ ને ખુબ જ પ્રેમ કરતી હતી.

સંદીપ એજ્યુકેશન માટે કેનેડા રોકાયેલો હતો ત્યાંથી ગુંજન અને સંદીપ બે વર્ષ પછી લગ્ન કરવાનું વિચાર્યું હતું પણ અહીં સોમેશ ની ધોખા ધડી માં આવી જઈને ગુંજન ના માતા-પિતાએ સોમેશ જોડે લગ્ન કરાવી દીધા.

સગા સંબંધીઓને જાણ કારી લઈને ગુંજન ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી . તપાસ દરમિયાન ગુંજન પત્તો મળી રહ્યો નહોતો.

સોમેશની હત્યા થઈ ગઈ છે અને પોતાની પત્ની ગુમ છે.

મારનાર વ્યક્તિને કોઈની સાથે વેર હશે!!

કે પછી તેની પત્ની એ  જ મર્ડર કર્યું હશે..!!

અથવા તો તેની પત્નીનું કિડનાપીગ કરવામાં આવ્યું હશે.!!

ગુંજન મર્ડર કર્યું હોય તો કે ક્યાં અંડરગ્રાઉન્ડ થઈ હશે!!

આવા બધા પ્રશ્નો સાથે ઈસપેકટર રાઠોડે આગળની તપાસ હાથ ધરી.


ગુંજન, સોમેશ, સંદીપ કરેલા એસ.એમ.એસ ને આધારે લોકેશન મેળવી પોલીસ ગુંજન સુધી પહોંચે છે. ગુંજન એક ફ્લેટમાં રહેતી હતી.


પોલીસે તેની અટકાયત કરી અને જેમ-જેમ તેની પુછપરછ કરવામાં આવી તેમ તેમ રુવાડા ઉભા કરી દે તેવા રહસ્યો બહાર  નીકળવા લાગ્યા.

પત્નીએ પોલીસ સમક્ષ કરી કબુલાત કે ..તેના પ્રેમીને મેળવવા માટે બંને ભેગા થઈને તેના પતિની હત્યા કરી નાખી છે.

ગુંજને તેની કહાની શરુ કરી કે  મારો આમાં કોઇ જ વાંક નહોતો.. સોમેશ ખુદ તેના મોત માટે જવાબદાર હતો.....


ખટ ખટ ખટ !!દરવાજે ટકોરા પડે છે. અને દરવાજો ખુલે છે...સોમેશ ની એન્ટ્રી થાય છે.

ઠંડીની સીઝનમાં કમોસમી વરસાદમાં પલળવાથી સોમેશ ને જબરજસ્ત શરદી થઈ ગઈ હતી  તે છીકા છીંક કરી રહ્યો હતો.

"સાંજે ડોક્ટર પાસે જવું પડશે ગુંજન સામે જોઇને બોલ્યો".

ડોક્ટર પાસે જવાની જરૂર નથી દૂધમાં હળદર આદુ ,મરી નાખીને ઉકાળો બનાવી દઉં ગ્લાસ ભરીને પી જાવ શરદી  તમામ થઇ જશે

સોમેશ આશ્ચર્ય થી પત્ની સામે જોઇ રહ્યો.

ગુંજન એ કહ્યું  ઉકાળો બનાવીને લઈને આવુ મોઢું બગાડ્યા વગર આખો ગ્લાસ ખતમ કરવાનો છે.

પછી તેને હળદર મરી આદુ દૂધમાં નાખીને ઉકાળ્યું ખૂણામાં સંતાડેલુ પડીકુ કાળજીપૂર્વક બહાર કાઢી તેમાંથી તેને દસ ટેબલેટ લીધી અને ઉકળતા દૂધમાં જોડે જોડે નાખી દીધી.

ધ્રુજતા હાથે ગ્લાસ પકડીને તે પલંગ પાસે આવી.

શરદી મટાડવાની હોય તો ગટગટાવી જાઓ  એમ પ્રેમથી આદેશ આપ્યો.

મયંકે ગ્લાસ હાથમાં લીધો એક ગુટ પીધુ મને કડવું લાગવાથી મોઢું બગાડ્યું અને બાજુમાં પડેલ ટીપોઈ પર મૂકી દીધું.

નહીં પિવાય માથું ધુણાવીને તેને કહ્યું.

આમ સોમેશ ને મારવા ના નુસખા કામયાબ નહોતા નીવળતા.

ગુંજન સંદીપ ને કોલ કરીને કહે છે ઉકાળો પીવડાવવા નો કાર્યક્રમ ફ્લોપ ગયો હવે શું કરવાનું સોમેશ નો કાંટો કાઢવા હવે આપણે બંને સાથે મળીને તેનો ઉપાય કરીએ.

એક વાત પૂછું? કેમ જ્યારે આપણે સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ પ્રોબ્લેમ આવીને ઉભી રહે છે.

અનાયાસે મોબાઇલ કી પેડ પર ચાલતી આંગળીઓ દ્વારા એક પ્રશ્ન બીજા ના દિલ સુધીના વિચારો એસે .એમ .એસ.ના સ્વરૂપ માં પહોંચી ગયા

આઈ કેન અન્ડર સ્ટેન્ડ વોટ યુ આર ફીલીગ

"તુ એકલી નથી"

ફરીથી થોડાક શબ્દો એસ.એમ.એસ માં અઢળક લાગણીઓ સાથે આવ્યા.

એક એસ.એમ.એસ  સાથે આંખો ભીની થઈ ગઈ ખુશી, અકડામન, પ્રેમ ,હુફ ખબર નહીં કેટ કેટલું.

મારી લાગણીઓ નું ફૂલ ખીલવનાર એટલે સંદીપ


તે પાસપોર્ટ અને વિઝા ની તૈયારી  કરી લીધા છે ને .

સંદીપ:-હા બધું જ તૈયાર છે ચિંતાતુર ગુજને બધી માહિતી આપી.

ગુંજન :-વહેલી તકે હું તારી જોડે આવી જવા માગુ છું એટલે આપણે કેનેડા જઈને સાથે રહીશું કઈક એવું કર કે સોમેશ નું...!!!

બે મિનીટ વિચાર્યા પછી સંદીપ બોલ્યો" ચિંતા ન કર જાનેમન" ખર્ચ થશે પણ કામ પતી જશે એ મારી ગેરંટી.

ગુંજન:-ધ્રૂજતા અવાજે પૂછ્યું  "હું કે તું પિક્ચરમાં નહીં આવીએ એની ખાતરી છે ને"??

સંદીપ :-તું  સોમેશ ને લઈને weekend plan આબુ જવાનો બનાવી દે.

પ્લાન મુજબ ગુજન અને સંદીપે આબુ જવાનો પ્લાન બનાવી લીધો છે.

સંદીપ અગાઉ થી જ આબુ પોહોચી ગયો છે.


આ બાજુ ગુંજન અને સોમેશ  માઉટ આબુ ના હાઈવે ની બાજુમાં આવેલ એક હોટેલ માં રોકાવાનું નક્કી કરે છે.

ગુંજન અને સોમેશ હોટલમાં પહોંચ્યા.

સોમેશ,:-ગુંજન હોટેલ તો સુમસામ અને ખતરનાક લાગે છે.

ગુંજન,:-સોમેશ ના આવા શબ્દો સાંભળીને જરાક ડરી.

સોમેશ ને ખબર તો નથી પડી ને !! પોતાના પર્સમાં રાખેલી પિસ્તોલ ને ચેક કરવા લાગી કે તેનું ધ્યાન જાય નહીં એવી રીતે પગથીયા ચડતા ચડતા રૂમ નો દરવાજો આવી ગયો સોમેશે ચાવીથી દરવાજો ખોલ્યો.

ગુજન:- બોલી ટ્રાવેલિંગ કરીને થાકી ગયા છીએ તમે પહેલા ફ્રેશ થઈ આવો પછી હું જવ

સોમેશ બાથરૂમ તરફ જાય છે આ બાજુ ફટાફટ પિસ્તોલ ને પર્સમાંથી કાઢીને બેડ સીટ નીચે મૂકે છે જ્યાંથી લેવામાં આસાની રહે.

સંદીપ ને મેસેજ કર્યો હોટલમાં આવી ગયા છીએ તું આવવા તૈયાર રહેજે દરવાજો ખુલ્લો જ છે.

સંદિપ:- નાઈસ બધું જ પ્લાનિંગ મુજબ થઇ રહ્યું છે હું હવે નીકળું છું.

ગુંજન:-ઓકે.

  સોમેશ:- બહાર આવીને  બેડ તરફ  બેઠો.

ગુંજન,:-ઓકે ડાર્લિંગ હું આવું કહીને બાથરૂમ તરફ જાય છે.

ગુંજને આવતા જોઈને સોમેશ બોલ્યો અરે!! બહારથી તો હમણાં જ આવ્યા હવે ક્યાં જવાનું છે. નાઈટી ના બદલે  કપડા  કેમ આવા પહેર્યા.

ગુજન બેડ તરફ આગળ વધી ને સોમેશ જોડે બેસે છે .

બેડ સીટ નીચે રાખેલી પિસ્તોલ હાથમાં લે છે અને સોમેશ સામે તાકી દે છે.

સામાન્ય રીતે તો કોઈ ક્રિમિનલ  પિસ્તોલ હાથમાં લેતા જ ની સાથે જ ખૂનમાં ગરમી આવી જાય પણ ગુંજન તો  રેશમી ઠંડક હોય એમ કાપી રહી હતી.

ડર છુપાવીને ગુંજન બોલી L.L.B એડવોકેટ

તારુ કામ હવે  તમામ મરવા માટે તૈયાર થઈ જા ..

સોમેશ:-શું મજાક કરે છે.

ગુંજન:-આ મજાક નથી.

સોમેશ:-ગુંજન આ  પ્રમાણે જોઈને ડઘાઈ જ ગયો.

સોમેશ કઈ વિચારે એની પહેલા જ ગુંજન બે ગોળી ફાયરિંગ કરી દે છે.

એક ગોળી એની છાતી માં વાગી જાય છે. અને બીજી ગોળી બાજુમાંથી નીકળી જાય છે.

સોમેશ ને  ગોળી વાગતા નીચે ફર્શ પર પછડાઈ પડે છે.

ગુંજન  ડર ની મારી  બેડ પર બેસી  રહી છે.

એટલા મા દરવાજો ખુલવાનો અવાજ આવે છે સંદિપ ને આવતા જોઈને ગુંજન પિસ્તોલ સાથે હાફતા  હાફતા  તેની તરફ દોડે છે.

સંદિપ:- ગુંજને પકડીને તેને સંભાળતા ડર નહી.  પ્લાનિંગ મુજબ બધું કરવું પડશે લાવ જલ્દી સુટકેસ  નિકાડ ગુંજન ખાલી સુટકેસ લઈને

આવે છે.

સંદીપ સોમેશ ની લાશને દોરડા થી બાંધી સૂટકેસમાં પેક કરી લે છે. ત્યારબાદ ફર્સ પર પડેલા લોહીના ડાઘા સાફ કરી નાખી ગુંજન અને સંદિપ સુટકેસ ને ગાડી ની ડીકી મા  મૂકે છે સુમસામ રસ્તા ઉપર  ગાડી પુરપાટ જઇ રહી છે.

એકલ દોકલ વીહકલ ની અવર જવર દખાય રહી છે .

ઠંડી ને કારણે  આખો રસ્તો સુમસામ થય ગયો છે.

સંદિપે એક જગ્યા એ ગાડી રોકી નીચે ઉતરીને હાઈ વે ની બાજુ મા  આબુના સુમસામ રસ્તા પર  સુટકેસ ને  ફેંકી દે છે.

  ગાડી મા  આવી સદિપ કાર ને અમદાવાદ તરફ લઈ લે છે સંદીપ બોલ્યો  નક્કી કર્યા મુજબ એક વીક   રોકાવું પડશે. કેનેડા માટે ફ્લાઇટ ની ટિકિટ બુક કરી લીધી છે.

બે-ત્રણ દિવસમાં અહીં  નુ બધું જ કામ ફાઇનલ.  કરી લવ ત્યાં સુધી તારે એક ફ્લેટમાં રોકાવું પડશે. ઘરે જઈશ તો શક થઈ જશે અને પોલીસને શોધ  ખોડ કરતા પંદર દિવસ લાગશે ત્યાં સુધીમાં આપણે કેનેડા પહોંચી ગયા હોઇશું

ગુંજન અને સંદીપ કેનેડા ભાગી જવાની તૈયારીમાં હતા બધા જ કાગડિયા પૂરા થઈ ગયા હતા પણ તે પહેલા જ પોલીસ ને શક જતાં   ગુંજન ને પકડી લે છે.

ગુંજન ની કહાની સાંભળી ને મદદ કરવા બદલ સંદીપ ને પણ  એરેસ્ટ કરવામાં આવે છે.

આમ પતિ પત્ની ઔર વો ની કહાની નો કરુણ અંત આવે છે.


બીજા દિવસે ન્યૂઝ પેપર માં હેડ લાઈન આવે છે કે.. અમદાવાદના મશહૂર વકીલ સોમેશ પ્રજાપતિની હત્યા થઈ ચૂકી છે. અને તેની હત્યા તેની પત્ની જ કરી છે એવુ તે કબૂલી લીધું છે અને તેના સાથ આપનાર તેના પ્રેમી ની પણ ધરપકડ કરવામાં આવી છે..













ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ