વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રણય..

પ્રણય...

પ્રણવ પ્રેમાનંદ મેડિકલ સ્ટોરમાં દવા લેવા માટે પગથિયાં ચડતો જ હતો ત્યાં સામેથી એક યુવતી ગભરાયેલી ઉતરી અને પ્રણવ સાથે અથડાઈ..ને એની દવા બધી પડી ગઇ.. પ્રણવે વાંકા વળી દવા બધી એને હાથમાં આપી જોયું તો એની જ સામે રહેતી સીમા નીકળી..એણે જોયું કે બધી દવામાં એક દવા ગર્ભ રોકવાની હતી..એણે સીમા સામે જોયું ને ઉત્તરમાં એણે આંસુ પાડ્યું.. પ્રણવે એની જોઈતી દવા લઈ ને સીમાને લઈ ને હોસ્પિટલ ની કેન્ટીન માં ગયો.. ત્યાં બધી સીમાની વાત સાંભળી..અવાક થઈ ગયો...સીમા જેને પ્રેમ કરતી હતી તે છોકરો અકાળે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો...એના પેટમાં એનું જ સંતાન હતું..એટલે એ ગર્ભ નિરોધક ગોળી લેવા આવી હતી...પણ મોડું થઈ ગયું હતું.. અને પ્રણવે એને સાંત્વન આપ્યું કે રસ્તો કંઈ કાઢીશું..અને એ બંને વચ્ચે કયારે પ્રણય થયો તે એક બીજાને પણ ખબર પડી નહિ....જોકે પ્રણવે કહ્યું કે તું મારા થી દસ વર્ષ નાની છે..અને હું પરિણીત પણ છું..મારી પત્ની ને પણ હું તારા જેટલો જ પ્રેમ કરું છું . જો એની સંમતિ હશે તો જ હું તને મારા ઘરે લઈ જઈશ..

અને તારે ગર્ભપાત કરાવવાની જરૂર નથી.. તારા બાળકનો હું પિતા બનીશ.. આમ તારો પહેલો પ્રેમ પણ બાળકની નિશાની રૂપે જીવિત રહેશે...અને એણે એક દિવસ નક્કી કર્યું કે આજે એની પત્ની રેખાને બધું કહી દેશે..

સીમા ને લઈને એક દિવસ ઘરે પહોંચ્યો તો ઘર બહાર ટોળું...એ ગભરાય ગયો..એ જેવો ઘર માં ગયો એટલે બાજુ વાળા માસી બોલ્યા..; " પ્રણવ તારી ઘરવાળી છૂટી બિચારી... ચાર વર્ષથી લકવા થી પીડાતી હતી બિચારી...આજે છૂટી..."

અને પ્રણવ દોડ્યો રેખા પાસે ફાટી આંખે જાણે કહી રહી હોય..." પ્રણવ તારી જિંદગી જીવી લે તારી રીતે...ખૂબ પ્રેમ આપ્યો તેં.. હું કશું ના આપી શકી...પણ તારા પ્રેમને હવે તું સાચવજે..."

અને પવન ના એક સુસવાટા સાથે તારીખનું એક પાનું ઉડયું અને એના હાથમાં આવી ગયું...એ પાનું હતું..ચૌદ ફેબ્રુઆરી..

એણે સજળ આંખે એક હાથ સીમાને આપ્યો બીજો હાથ રેખાને...


દિલીપ વી ઘાસવાળા

સુરત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ