વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવંત



દિગંત માંહેનાં આતપ થકી પ્રજ્વલિત છું, 

ગાંઠના ગૂંચવાયેલા બે છેડામાં હું લિપ્ત છું.


પાછું જોઈ પંથ જે થોડાં ખયાલ મૂકી ગયાં,

એ અનંત સ્મૃતિના પગરવમાં ડોકાતી રેત છું.


વરસતી ભીનાશ થકી લથબથતા બે નયનો, 

એકલતા માણતાં બે જણાંની ભેળી વાત છું.


હ્રદયની ૠતુઓના વેશ  મિથ્યા નથી હોતાં, 

ઉત્તુંગ પાનખર વચ્ચે પણ મહોરતી વસંત છું.


અચળ સ્મરણોના સપ્તકોઠા વચ્ચે વિભક્ત, 

રણરંગના ઘાયલ અસ્તિની જેમ અવિરત છું.


શાશ્વત સનાતન જગતમાં મુગ્ધ એક સંસારી, 

આમ તો, અંતરથી અપરાજિત એક સંત છું. 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ