વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉજાણી

એક હતો પતિ ને એક હતી પત્ની

બેઉ હતા એકબીજાના રાજા-રાણી!


પતિને લાગ્યું કે, પત્ની છે સમજણી

પત્નીને લાગ્યું પતિને છે સમજ ઘણી.


બેઉ વિચારે ચડ્યા, કોણ ઉચ્ચારે વાણી?

રાહમાં રેડાઈ ગયું પથ્થર પર પાણી!


મૌન આ સંબંધ કેમ ટકે, તાણી તાણી?

ગુમાવી બંને એ આ જીવન કેરી કમાણી.


એક દિન બેઉને ખુદની ભૂલ સમજાણી.

નજરો મળી ને થઈ ચાર આંખ પાણી પાણી!


બેઉની 'પ્રીત' હવે એકમેકમાં સમાણી,

બેઉને મન હવે જીવન કેરી ઉજાણી!!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ