વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું યાદ આવે

વાત વસંતની નીકળે ને તું યાદ આવે

વાદળના પડદા ઉઘડે ને તું યાદ આવે

 

સોનેરી તડકાંની  મખમલી છાંયામાં

તરસ સ્પર્શની ઉઘડેને તું યાદ આવે

 

કવિતા ગઝલ નવલિકા કે પછી નવલ 

વાત શબ્દોની નીકળે ને તું યાદ આવે

 

કીકીના શ્વેત ફલક પર ઉગેલા સ્વપ્નો

પાંપણો પર ટોળે વળે ને તું યાદ આવે 

 

હોય નજર સામે  ને છતાંય તું અવગણે

વાત  વહેવારની નીકળે ને તું યાદ આવે

 

ખાલીપા આમ કયા ભરી શક્યા અમે 

ભીડમાં એકલા પડીયે ને તું યાદ આવે 

 

હશે એનો મુકામ ક્યાંક  એકલવાયો

પાનખર પર્ણો ખેરવે ને તું યાદ આવે 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ