વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું મળે

ક્યારેક  થનગનતું એકાંત મળે

એમાંય  મનગમતું એકાદ મળે

 

ઝબકતા આગિયાની પાંખો મળે

ઝગમગતા દીવડાની આંખો મળે

 

અજાણી ગલીઓમાં તારું સરનામું મળે 

આંખોના દર્પણમાં પ્રતિબિંબ તારું પડે

 

કુમકુમ પગલાની ભાતો મળે

અમાસની અંધારી રાતો મળે

 

સ્મરણોનું સોનેરી અજવાળું મળે

સગપણનું તાપણું સહિયારું મળે

 

સોલો સફરમાં તારો સથવારો મળે

અલપઝલપ  સ્પર્શ તારો હુંફાળો મળે

 

હથેળીમાં મારી તારી રેખાઓ મળે

ગ્રહોના ચોક્ઠામાં તારું ઠેકાણું મળે

 

બીજુ કઈ આ ભવમાં મળે ન મળે

બસ તારો સાથ જન્મોજન્મ મળે 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ