વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝૂર્યા કરે

ખાલી ઓરડાની મૂંગી દીવાલો ઝૂર્યા કરે

લાલપીળી ભીંતો શૈશવની હાજરી પૂર્યા કરે

 

ક્યારેક ખીલી હતી અહીં વસંત લીલીછમ

મેદાનમા ઊડતી રેત  શાખ એની પૂર્યા કરે

 

ઓચિંતા મિલનની બારીમાંથી ઝીલી હતી

એ હેલી સ્મરણોની ચાદર ભીંજવ્યા કરે 

 

કેસુડી છાલકથી  રંગ્યુંતું વાદળી આકાશ 

મોરલા અષાઢી આભમાં રંગોળી પૂર્યા કરે 

 

ગુલાબી યાદોથી  ભીંજાયેલા ગાલને  કરે 

લીલીછમ્મ મખમલી પ્રભાત ચૂમ્યાં કરે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ