વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અકબંધ છે

લાગણીનો ખજાનો અકબંધ છે
યાદોમાં મજાનો એક સબંધ છે

એના રૂપમાં ઢળી ગયા પછી
વાવટો ફૂંકાયેલ પ્રેમાંધ છે
 
હું મને છેતરી શકું એમ ક્યાં છું
આઈનાના મોઢે  ઉપાલંભ છે

છેલ્લા શ્વાસે નામ એનું હોવાનું 
હૃદયનો હૃદયથી એ પ્રબંધ છે 

સંવેદનાના હનન પછી 'પ્રીત'
કબૂલાત એવી કે ખોટો દંભ છે.








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ