વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રણયિની

અમસ્તી મેં પણ હઠ પકડી છે ગુલાબી કળીઓની, 

દિલનો ખીલતો બગીચો એમનો લીલોછમ જોઈને.


કાજળ પણ આજકાલ મારી રંગીની જોઈ ચોંકે છે, 

ને ફળીયુ લજાય છે એમનો ગેરુઓ રુઆબ જોઈને.


હાથ ઝાલ્યો ને ખેંચ્યો એવુ સ્વપ્ન જાગરણને મળ્યું,

મજા તો તંદ્રામાં હતી, જે મલકાઈ હતી નીચું જોઈને. 


ઈશારાની આ શાનદાર પળો સાચવી રાખ ઓ હવા, 

સંતાઈ કાં જાય એમની સુગંધનો મિજાજ જોઈને?


દિલેર ટાણાં આવે ખરાં, પણ આવે એમના અભાવમાં,

સામા મળ્યે સમય રોકાઈ જાય, ગભરાટ મારો જોઈને.


હૃદયના ઉછાળા સામે સાવ સાદી રીત આ પ્રેમની કદાચ, 

જ્યાં શબ્દોની જરૂર ન રહે, ઉન્માદની સંવાદિતા જોઈને. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ