વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું

"તું"

 પ્રયત્ન કરવા છતા મને હું ખોળી શકતી નથી

દીસે છે સર્વત્ર મને તું

હું તો હવે ક્યાંય રહેવા  પામી નથી

           રહ્યો છે માત્ર હવે તું


આપજે મને તારી થોડી રે જ્યોતિ

 તેજોમય પુંજ છે તું

પૂરજે પ્યાસ મારાં થોડાં  બિંદુઓની

         સ્નેહ કેરો સાગર છે તું


જોયું જગત મેં તો ક્યાંયે આરો નથી

    મુજ ડૂબતાનો કિનારો છે તું

વીતી જાય આ જીવન તારાં ચરણોમાં

       મુજ રંકનો સહારો છે તું


જાણું છું જીવનનો અંજામ છે મૃત્યુ

  તોય મુજ આત્મામાં ભળીને રહીશ તું

સાચી પ્રીત તો અમર જ હોયછે

  એ જાણીયે છીયે હું અને "તું"


                       "તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ