વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધૂરો ડબ્બો

ગમ્મે તેટલું નાખો તોયે ખાલી ને ખાલી 
કેવી છે આ પેટી સૌને છે બહુ બહુ વાલી
માણસ હોય કે, હોય પશુ પક્ષી કો' જાત
પેટી ભરવા રળતા, સહુ દેતા હાથતાળી 

રંગ કોઈનો કાળો-ધોળો તો કોઈનો છે કાબરો
ભરવા આખો ડબ્બો, ફરતો જીવ બની બાવરો 
ઓળખે જો આતમ કો' તેજ, પેટ નામ ડબ્બા 
ઈશનો બનાવેલ છે આ ડબ્બો અધુરો અધુરો

©® _ <> <> <> તેજલ વઘાસીયા 
3/05/2022 મંગળવાર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ