વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાય રે..સખી!

સમરું  યમુના કાંઠે લહેરાતો શીતળ વાયરો

સમરું કદંબ ડાળે ગુંજતો કોયલ ટહુકો


       હાય..રે સખી! વનરાવનની કુંજકુંજમાં ખોવાયો      પ્રિયતમ મ્હારો..


હૃદયકુંજમાં હજી ગૂંજે  મોહન મોરલીના સૂરો

સમરું હજી  રણકતાં ઝણકતાં ઝાંઝરના સૂરો


      હાય..રે સખી! વનરાવનની કુંજકુંજમાં ખોવાયો પ્રિયતમ મ્હારો..


ચંદનકેસર લેપથી અંગઅંગ મહેકતો માધવો મ્હારો

સમરું હજી પીળું પીતાંબર,મોરપીંછ મુગટે શોભતો


     હાય..રે સખી! વનરાવનની કુંજકુંજમાં ખોવાયો પ્રિયતમ મ્હારો..


ચીર હરણ કરનારો,સુધબુધ તનમનની ચોરનારો

સમરું હજી કૃષ્ણ પ્રેમ વિરહ,દેહ પ્રાણ હરનારો


      હાય.. રે સખી! વનરાવનની કુંજકુંજમાં ખોવાયો

 પ્રિયતમ મ્હારો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ