વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છે તને યાદ?

વિસ્તરતો સ્પર્શ, અધુરો શ્વાસ, કોરા ખ્વાબ,
અઢળક અરમાન ને ઉપર ઇચ્છાનો લીબાસ,
વરસતા  વરસાદમાંય હતાં અઢળક સવાલો,
ને આ ભીની  માટીએ  આપ્યા હતાં જવાબ;

પવને  આંસુ સાથે કરી હતી જે ફરિયાદ,

હા, મને યાદ છે બધું. એ શું છે તને યાદ?

પનિહારીના  નીતરતા  પાલવ  સાથેનો કાંઠો,
ને મને  વાગેલા  કાંટા ઉપર તે બાંધેલો પાટો,
આપણા  ધીમા  સંવાદથી  ખળભળતા  જે,
ઇ પાંદડાની અરસ - પરસની એ  વાટાઘાટો,

કોયલે પણ આપ્યો હતો આપણને સાદ,

હા, મને યાદ છે બધું. એ શું છે તને યાદ?

તારા  કદમોની  મહેકથી થનગનતો હતો રસ્તો,
તાર કદમના નિશાન સાથે મારા હૃદયમાં વસ્તો,
દુનિયાદારીને ભૂલીને મળતા હતા આપણે ત્યાં,
પ્રગાઢ  મિલન  જોઈને આ સમય પણ હસતો,

આપણા ગયા પછી આપણો મધુરો સંવાદ,

હા, મને યાદ છે  બધું. એ  શું છે  તને યાદ?

એકબીજાના હાથથી લૂછયા'તા આપણે આંસુ,
ક્યાંક મળી જાય  તેથી ખિસ્સા આજેય તપાસું,
કે હૂબહૂ હોય છે મારી નજરની સામે હંમેશા તું,
ભલેને હોય અંતર આપણા વચ્ચે રસ્તાનું ખાસુ.

જે શબ્દો  ઉપર પાડી હતી પ્રેમની ભાત,

હા, મને યાદ છે બધું. એ શું છે તને યાદ?

ઘડીઓ એ મિલનની મને બહુ યાદ આવે છે,
તુંય કહી દે ને શું તને  વિરહ પણ સતાવે છે?
મેં હમણાં જ પૂછ્યું હતું તારી છબીને પ્રેમથી,
મિલન માટે એ જોને મને  અંગુઠો બતાવે છે,

મળ્યા હતાં મૂકી પાંદરે જગતના રિવાજ,

હા, મને યાદ છે બધું. એ શું છે તને યાદ?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ